અમદાવાદમાં EDએ ‘અનસ ગ્રુપ’ સાથે સંકળાયેલા 9 સ્થળોએ પાડયા દરોડા, કરોડોના બેનામી વ્યવહારો મળ્યા

Image

અમદાવાદમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) એ આજે મોટી કાર્યવાહી કરતા તમાકુના વેપાર સાથે સંકળાયેલા ‘અનસ ગ્રુપ’ પર સપાટો બોલાવ્યો છે. શહેરના નવ જેટલા સ્થળોએ પાડવામાં આવેલા દરોડામાં એમ્બર, ઉમદા અને સમા ફિલ્ટર ખૈની જેવી બ્રાન્ડ્સના ઉત્પાદકો અને તેમના ભાગીદારોને ત્યાં તપાસનો ધમધમાટ જોવા મળ્યો હતો. ફેમા (FEMA) કાયદાના ઉલ્લંઘન હેઠળ કરાયેલી આ તપાસમાં એજન્સીને મોટા પ્રમાણમાં બેનામી નાણાકીય વ્યવહારો અને વિદેશી મિલકતોના પુરાવા હાથ લાગ્યા છે.

કરોડોની રોકડ અને દાગીના મળ્યા

તપાસ દરમિયાન અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા, જ્યારે સ્થળ પરથી 1.01 કરોડની રોકડ સાથે લાખોનું વિદેશી ચલણ અને કરોડોની કિંમતનું સોનું-ચાંદી જપ્ત કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં અનસ ગ્રુપના ભાગીદારો અને તેમના પરિવારના સભ્યોની દુબઈમાં પણ મોટું રોકાણ અને પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. જપ્ત કરાયેલા 1.6 કિલો સોનાના બાર પર વિદેશી ચિન્હો હોવાથી આ કેસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નાણાકીય હેરાફેરી થઈ હોવાની આશંકા વધુ પ્રબળ બની છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading