ગુજરાત વિધાનસભામાં UCC બિલ બહુમતીથી પાસ — ઉત્તરાખંડ બાદ બીજું રાજ્ય બન્યું ગુજરાત

Image

ગુજરાત સરકારે વિધાનસભામાં ‘સમાન નાગરિક સંહિતા’ (UCC) બિલ રજૂ કરીને આશરે 7 કલાક 30 મિનિટની ચર્ચા બાદ બહુમતીથી પાસ કરાવ્યું છે. આ સાથે ઉત્તરાખંડ પછી ગુજરાત UCC લાગુ કરનાર દેશનું બીજું રાજ્ય બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત બિલ નંબર 17 ઑફ 2026’ તરીકે આ બિલ રજૂ કર્યું હતું.


બિલ પર ગૃહમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. કોંગ્રેસે આ બિલ ચૂંટણી નજીક હોવાથી ઉતાવળમાં લાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. મતદાન દરમિયાન કોંગ્રેસે બિલને પ્રવર સમિતિને મોકલવાની માગ સાથે વોકઆઉટ કર્યું હતું. હવે આ બિલ રાજ્યપાલની સહી બાદ કાયદા રૂપે અમલમાં આવશે.

‘આદિવાસી સંસ્કૃતિને કોઈ નુકસાન નહીં’ — મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં પોતાના 25 મિનિટના પ્રવચનમાં જણાવ્યું કે આ બિલ સંસ્કૃતિ નાબૂદ કરવા માટે નથી. આદિવાસી સંસ્કૃતિને કોઈ અસર નહીં થાય અને મહિલાઓ તથા બાળકોને ન્યાય મળે તે માટે આ કાયદો મહત્વનો છે. તમામ પાસાઓ પર ચર્ચા બાદ બિલ રજૂ કરવામાં આવ્યું છે. બિલ રજૂ થતાની સાથે સત્તાપક્ષના સભ્યો દ્વારા ‘જય શ્રી રામ’ના નારા લગાવવામાં આવ્યા હતા.

બિલના મુખ્ય મુદ્દા
લગ્ન અને છૂટાછેડા અંગે:


▪️દરેક લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત રહેશે
▪️નોંધણી નહીં કરાવતાં ₹10,000 સુધીનો દંડ
▪️બહુપત્નીત્વ માટે 4 વર્ષની જેલ સજા
▪️તમામ ધર્મ માટે છૂટાછેડાના સમાન નિયમો
▪️કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય ગણાશે
▪️લિવ-ઇન રિલેશનશિપ:
▪️3 મહિનામાં ફરજિયાત નોંધણી
▪️કાનૂની સુરક્ષા અને છેતરપિંડી રોકવાનો હેતુ
▪️આવા સંબંધોમાં જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા

લિવ-ઇન રિલેશનશિપ

▪️3 મહિનામાં ફરજિયાત નોંધણી
▪️કાનૂની સુરક્ષા અને છેતરપિંડી રોકવાનો હેતુ
▪️આવા સંબંધોમાં જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા

લઘુમતી અને પરંપરાઓ માટે છૂટછાટ
સરકારે આ બિલમાં સામાજિક સંતુલન જાળવવા માટે કેટલાક મુદ્દાઓમાં છૂટછાટ આપી છે. લઘુમતી સમાજમાં ચાલતી પિતરાઈ લગ્નની પરંપરા પર આ કાયદો લાગુ નહીં થાય. ઉપરાંત અનુસૂચિત જનજાતિઓ (ST) અને કેટલીક પરંપરાગત અધિકારો ધરાવતા જૂથોને પણ આ કાયદાથી બહાર રાખવામાં આવ્યા છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top