મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓ સામે ભારતીય જનતા પાર્ટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર પત્ર મુજબ આવા કાર્યકર્તાઓને પ્રાથમિક તથા સક્રિય સદસ્યપદમાંથી મુક્ત કરી 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયાના આદેશ અનુસાર, ખાસ કરીને વાંકાનેર તાલુકા પંચાયત તથા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપની ટિકિટ ન મળતા પક્ષ સામે બળવો કરનાર ઉમેદવારો સામે આ પગલું લેવામાં આવ્યું છે.
સસ્પેન્ડ કરાયેલા કાર્યકર્તાઓમાં
દર્શનાબેન વિશાલભાઈ સંઘવી (વોર્ડ નં. 4, બસપા),
જયશ્રીબેન જયસુખભાઈ સેજપાલ (વોર્ડ નં. 5, બસપા),
મીનાક્ષીબેન કાંતિલાલ વોરા (વોર્ડ નં. 5, બસપા),
ગોરધનભાઈ પોલાભાઈ સરવૈયા (કોઠી જી.પં.),
ભાવનાબેન ભરતભાઈ કાંકરેચા (ઢુવા જી.પં., અપક્ષ),
કાળુભાઈ મેરુભાઈ કાંકરેચા (વાંકાનેર તાલુકા) – પૂર્વ પ્રદેશ કા.સદસ્ય (પુત્રવધુ અપક્ષ ચૂંટણી લડી રહેલ છે)
યુસુફભાઈ મીરાજી શેરસીયા (ચંદ્રપુર જી.પં., વાંકાનેર તાલુકા) (પૂર્વ જી.પં. સદસ્ય)નો સમાવેશ થાય છે.
ભાજપના આ નિર્ણયને પગલે જિલ્લા રાજકીય વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.









