વડાપ્રધાનના બનાસકાંઠા કાર્યક્રમ માટે એસ.ટી. બસો ફાળવતા વાંકાનેર-રાજકોટ ના મુસાફરો મુશ્કેલીમાં

Image

રાજકોટમાંથી 150 બસો ફાળવાતા બે દિવસ ટ્રીપો રદ – વિદ્યાર્થીઓ અને નોકરીયાતોને ભારે અસર

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૩૧ માર્ચે બનાસકાંઠાના વાવ-થરાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપવાના હોવાથી રાજ્યભરમાંથી અંદાજે ૨૦૦૦ એસ.ટી. બસો ફાળવવામાં આવી છે. રાજકોટ ડિવિઝનમાંથી પણ ૧૫૦ બસો આ કાર્યક્રમ માટે મુકાતા સ્થાનિક મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.


ખાસ કરીને વાંકાનેરથી રાજકોટ વચ્ચે દરરોજ મોટી સંખ્યામાં અપ-ડાઉન કરતા વિદ્યાર્થીઓ, નોકરીયાત લોકો અને વેપારીઓ માટે ૩૦ અને ૩૧ માર્ચના રોજ સ્થિતિ વધુ વિકટ બનશે. અનેક ટ્રીપો રદ થવાની શક્યતા છે, જેના કારણે મુસાફરોને વિકલ્પરૂપે ખાનગી વાહનોનો સહારો લેવો પડશે.


ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દરરોજ લાખો મુસાફરો એસ.ટી. સેવા પર આધારિત છે. આવી સ્થિતિમાં બસોની અછતને કારણે ગરમીના સમયમાં મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડશે. વાંકાનેર સહિતના વિસ્તારોમાં લોકોમાં આ અંગે અસંતોષ જોવા મળી રહ્યો છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top