સાંસદ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાની રજૂઆતની અસર: વાંકાનેર–બાઉન્ટ્રી હાઈવે પર પેચવર્ક શરૂ

Image

વાંકાનેર: વાંકાનેરથી બાઉન્ટ્રી (ભલગામ) સુધીના નેશનલ હાઈવેની બિસ્માર હાલતને પગલે વાહનચાલકો લાંબા સમયથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હતા. માર્ગ પર ઠેરઠેર પડેલા ખાડા અને ખરાબ રસ્તાને કારણે અવરજવર કરતા વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.


વાહનચાલકોની આ સમસ્યા રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજી ઝાલાના ધ્યાને આવતાં તેમણે હાઈવે ઓથોરિટીના સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપી હતી.


સાંસદશ્રીની સૂચનાને પગલે હાઈવે ઓથોરિટી દ્વારા માર્ગ પર પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી રસ્તાની ખરાબ હાલતથી પરેશાન વાહનચાલકોને આ કામગીરીથી રાહત મળવાની આશા જાગી છે. વાહનચાલકોની મુશ્કેલીને પ્રાથમિકતા આપી તાત્કાલિક કામગીરી શરૂ થતાં સ્થાનિક સ્તરે રાહતની આશા વ્યક્ત થઈ રહી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top