સ્થાનિક સ્વરાજ ચૂંટણી વાંકાનેર માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ૧ એપ્રિલે, ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર

Image

ભારતીય જનતા પાર્ટી, મોરબી જિલ્લા દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી–૨૦૨૬ને લઈને સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા ૧ અને ૨ એપ્રિલના રોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે નિર્ધારિત સમયપત્રક મુજબ યોજાશે.

૧ એપ્રિલના કાર્યક્રમ મુજબ:
સવારે 08:30 થી 11:30 વાગ્યા સુધી માળિયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ માટે બેઠક યોજાશે.

ત્યારબાદ 11:30 થી 01:30 સુધી વાંકાનેર તાલુકા પંચાયતનો કાર્યક્રમ રહેશે. બપોરે 01:30 થી 02:30 દરમિયાન ભોજન વિરામ રહેશે.


બાદમાં 02:30 થી 04:30 સુધી વાંકાનેર નગરપાલિકા અને સાંજે 04:30 થી 08:30 સુધી ટંકારાના તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે પ્રક્રિયા યોજાશે.


વાંકાનેર તાલુકા મંડલ માટે સેન્સ પ્રક્રિયા તા. ૦૧-૦૪-૨૦૨૬ (બુધવાર) ના રોજ સવારે ૧૧:૩૦ થી ૦૧:૩૦ વાગ્યા સુધી શ્રી કમલમ્, જિલ્લા ભાજપ કાર્યાલય, મોરબી ખાતે યોજાશે.
આ પ્રક્રિયામાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઇચ્છુક ઉમેદવારોને જરૂરી દસ્તાવેજો સાથે જાતે હાજર રહેવું ફરજિયાત રાખવામાં આવ્યું છે.


📌 ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો:
મતદાર યાદીનો ક્રમાંક
બુથનું નામ અને નંબર
પ્રાથમિક તથા સક્રિય સભ્ય નંબર (૨૦૨૪ મુજબ)
ચૂંટણી કાર્ડ/આધાર કાર્ડની નકલ
પાસપોર્ટ સાઇઝના ૩ ફોટા
પક્ષમાં હાલની અને અગાઉની જવાબદારીઓની વિગતો


📢 ખાસ નોંધ મુજબ, ઉમેદવારોએ સ્વયં હાજર રહી ફોર્મ ભરીને જમા કરાવવાનું રહેશે અને કોઈપણ ટેકેદારો સાથે આવવાની મનાઈ રાખવામાં આવી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading