વાંકાનેરમાં આ શનિવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે, શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા તૈયારીઓ શરૂ

Image

વાંકાનેર: શહેરમાં શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા આગામી તા. 24 ઓક્ટોબર, 2026ના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પના આયોજનને આખરી ઓપ આપવા માટે વાંકાનેરના ભાટિયા સોસાયટી વિસ્તારમાં આવેલા શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે મંડળના સભ્યો અને કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કેમ્પના આયોજન અંગે પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.

આ નિદાન કેમ્પમાં હાડકાં અને સાંધાના રોગો, યુરોલોજી, ઓર્થોપેડિક્સ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન તેમજ બાળરોગ સહિતના વિવિધ વિભાગોના નિષ્ણાત તબીબો સેવા આપશે. કેમ્પ દરમિયાન દર્દીઓની તપાસ કરી તેમને જરૂરી તબીબી માર્ગદર્શન આપવામાં આવશે.


ખાસ કરીને ઘૂંટણના દુખાવાથી પીડાતા દર્દીઓ માટે ની રિપ્લેસમેન્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ રોબોટિક અને આધુનિક પદ્ધતિથી ઘૂંટણના પ્રત્યારોપણ અંગેની માહિતી પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેમ્પમાં આયુષ્માન કાર્ડ નિઃશુલ્ક બનાવી આપવાની વ્યવસ્થા કરવામાં આવશે. ઉપરાંત એક્સ-રે, દવાઓ અને જરૂરી તપાસ નિઃશુલ્ક કરી આપવાનું આયોજન છે. દર્દીઓને પોતાની અગાઉની સારવારના રિપોર્ટ્સ અને એક્સ-રે સાથે લાવવા અપીલ કરવામાં આવી છે.


સર્વરોગ નિદાન કેમ્પના આયોજનને લઈને યોજાયેલી બેઠકમાં સામાજિક સંસ્થાઓના કાર્યકર્તાઓએ સહભાગી બની કેમ્પને સફળ બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ કેમ્પ દ્વારા વાંકાનેર તથા આસપાસના વિસ્તારના લોકોને નિષ્ણાત તબીબોની સેવા અને આરોગ્યલક્ષી માર્ગદર્શનનો લાભ મળશે.

કેમ્પ તારીખ :- ૨૪/૧૦/૨૦૨૬ શનિવાર

સ્થળ:- શ્રી વિશ્વકર્મા મંદિર, જીનપરા, વાંકાનેર

સમય:- સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top