
રાજકોટ ગ્રામ્ય પોલીસને સાયબર ફ્રોડમાં ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત મોટી સફળતા મળી છે, જેમાં દેશવ્યાપી 1500 કરોડના સાયબર ફ્રોડ કેસમાં મુખ્ય આરોપી સહિત વધુ 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે.
આરોપીઓના એકાઉન્ટમાં માત્ર સાયબર ફ્રોડ જ નહિ પરંતુ, ગેમિંગ તેમજ GSTમાં રૂપિયાની પણ આપ-લે થતી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.
આજરોજ મુખ્ય આરોપી સહિત વધુ 3 આરોપીની ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ મોટાભાગે યસ બેન્ક, એક્સિસ બેન્ક અને ICICI બેંકમાં જ એકાઉન્ટ ખોલાવતાં હોવાનું અને માર્કેટિંગ યાર્ડની પેઢીનો ઉપયોગ કરતા કારણ કે, એગ્રિકલચર પેઢીને ટેક્સમાંથી મળતી રાહતના કારણે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનની માહિતી સરકારી વિભાગ સુધી પહોંચી ન શકે અને તેઓ સરળતાથી રોકડ રકમ તેમજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરી સાયબર ફ્રોડની રકમનો ઉપાડ કરી આગળ મોકલી શકે. આ કેસમાં પોલીસ અગાઉ 6 આરોપીની ધરપકડ કરી હતી, જયારે આજરોજ મુખ્ય આરોપી સહિત વધુ 3 આરોપીની ધરપકડ કરી ફરાર એક આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.









