વકીલ જમીલાબેન ઇબ્રાહીમભાઇ દલપુત્રાની કાનૂની કુશળતાથી એન.આઈ. એક્ટના કેસમાં આરોપીનો વિજય
ફરિયાદી સોયેબમહમ્મદભાઈ અલીમોહમ્મદભાઈ બ્લોચે આરોપી અશરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા સામે સંબંધના નાતે આપેલી ઉછીની રકમ પરત ન મળતા અને આપેલ ચેક પરત ફરતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (એન.આઈ. એક્ટ)ની કલમ 138 હેઠળ વાંકાનેરની નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી.

કેસની સુનાવણી દરમિયાન આરોપી તરફેથી વકીલ શ્રીમતી જમીલાબેન ઈબ્રાહીમભાઈ દલપુત્રાએ અસરકારક અને ધારદાર દલીલો રજૂ કરી હતી. કેસની તમામ હકીકતો અને પુરાવાઓનું મૂલ્યાંકન કર્યા બાદ નામદાર કોર્ટે ફરિયાદી કાયદેસરનું લેણું સાબિત કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું તારણ કાઢ્યું હતું.
આથી નામદાર એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા આરોપી અશરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયાને નિર્દોષ જાહેર કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.











