વાંકાનેરમાં કચ્છી સ્વાદનો ધમાકો : ‘દિલખુશ કચ્છી દાબેલી’નું ભવ્ય ઓપનિંગ, ખાસ ઓફર સાથે કરશે શરૂઆત

Image

વાંકાનેરના ફૂડ લવર્સ માટે ખુશખબર છે. કચ્છની પ્રખ્યાત અને લોકપ્રિય દાબેલી હવે વાંકાનેરમાં ઉપલબ્ધ બનવા જઈ રહી છે. શહેરના માર્કેટ ચોક, નાસ્તા બજાર વિસ્તારમાં ‘દિલખુશ કચ્છી દાબેલી’ નામે નવા ફૂડ આઉટલેટનું ભવ્ય ઉદ્ઘાટન સોમવાર, 22 જૂનના રોજ સવારે 11:00 વાગ્યે યોજાશે.


ઓપનિંગ પ્રસંગે ગ્રાહકો માટે ખાસ આકર્ષક ઓફર જાહેર કરવામાં આવી છે. જેમાં એક દાબેલી ખરીદવા પર બીજી દાબેલી સંપૂર્ણપણે મફત આપવામાં આવશે. આ ખાસ ઓફર માત્ર ત્રણ દિવસ માટે જ માન્ય રહેશે, જેથી શહેરના નાગરિકોમાં આ ઓફરને લઈ ઉત્સુકતા જોવા મળી રહી છે.


દિલખુશ કચ્છી દાબેલી ખાતે ગ્રાહકોને કચ્છી દાબેલી ઉપરાંત કચ્છી કડક, ચટપટી ભેલ અને ગરમાગરમ રગડા જેવા વિવિધ સ્વાદિષ્ટ ફૂડ આઇટમ્સનો પણ સ્વાદ માણવા મળશે. કચ્છના પરંપરાગત સ્વાદને વાંકાનેરના લોકો સુધી પહોંચાડવાના હેતુથી આ નવી શરૂઆત કરવામાં આવી રહી હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.


દુકાન માર્કેટ ચોક, નાસ્તા બજાર, દુકાન નં. 14 ખાતે શરૂ થનાર છે. આયોજકોએ શહેરના નાગરિકો, પરિવારજનો અને મિત્રવર્તુળને ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહી કચ્છી સ્વાદનો અસલી આનંદ માણવા આમંત્રણ પાઠવ્યું છે.


સ્થળ: માર્કેટ ચોક, નાસ્તા બજાર, દુકાન નં. 14, વાંકાનેર
તારીખ: 22 જૂન (સોમવાર)
સમય: સવારે 11:00 વાગ્યે
ખાસ ઓફર: એક દાબેલી સાથે એક દાબેલી ફ્રી (માત્ર 3 દિવસ માટે)

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading