સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ઇન્ટર કૉલેજ યોગાસન સ્પર્ધા તા.૦૫/૧૦/૨૦૨૬ ને સોમવારનાં રોજ વાંકાનેર મુકામે શ્રી દોશી કૉલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા ગાયત્રી મંદિર મુકામે યોગાસન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આયોજનમાં કોલેજના ટ્રસ્ટીશ્રીઓ, સેક્રેટરી શ્રી ચિરાગભાઈ શેઠ, પ્રિન્સિપાલ શ્રી ડૉ. વાય.એમ ચુડાસમા સાહેબ પ્રોગ્રામના કો-ઓર્ડીનેટર શ્રી ડૉ. વાય. એ. ચાવડા સાહેબ અને ડૉ. એસ. આર. લાવડીયા સાહેબ, પ્રોગ્રામનું એન્કરિંગ ડૉ. જાની સાહેબ, ડૉ. જીગર નૈયા સાહેબ, રજીસ્ટ્રેશન કમિટીમાં ખ્યાતિબેન ત્રિવેદી, ડૉ. કોમલબેન કાલીયા, હેતલબેન ખીમસુરીયા, ભક્તિબેન ખરવર, ડો. જય ખોરજા, મદદનીશ ટીમમાં અલ્પેશ ગોહિલ, રામજીભાઈ કોરડીયા અને સોનલબેન સોલંકી તેમજ જુદી જુદી કામગીરમાં વિદ્યાર્થીઓ જોડાયેલા હતા આમ ઉપરના બધા જ વ્યક્તિઓએ જહેમત ઉઠાવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાનો સેક્રેટરી શ્રી ચિરાગભાઈ શેઠ, નિખિલ દેવ (લીલાધર યોગાશ્રમ), શ્રી આર.જે. જાડેજા સાહેબ (ભાવનગર) ભૂતપૂર્વ શારીરિક શિક્ષણ નિયામક શ્રી ભાવનગર યુનિવર્સિટી, ડીન – લકુલીશ યોગ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શારીરિક શિક્ષણ નિયામક શ્રી ડૉ. હરીશભાઈ રાબા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓબ્ઝર્વશ્રી મયુરસિંહ જાડેજા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા (ભાવનગર યુનિવર્સિટી ડિપ્લોમા ઇન યોગ વિભાગ), પિયુષકુમાર જાડેજા (GYSA રેફ્રિ અને ટેકનિકલ ઓફિસર), મીતાબા જાડેજા (ધ રાજકુમાર કોલેજ રાજકોટ, GYSA રેફ્રિ અને ટેકનિકલ ઓફિસર) કિર્તીભાઈ શુક્લા (ભાવનગર યુનિવર્સિટી ડિપ્લોમા ઇન યોગ વિભાગ) ઉપસ્થિત રહીને પ્રોગ્રામના દીપાવ્યો હતો.

શ્રી ડૉ. વાય. એ. ચાવડા સાહેબ અને ખખ્ખર મહેક ના માર્ગદર્શન હેઠળ શ્રી દોશી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની બહેનોની ટીમ રનર્સ-અપ થઈ તેમજ ભાઈઓમાં એક અને બહેનોમાં બે આમ ત્રણ વિદ્યાર્થીઓએ યોગાસનમાં ગોલ્ડ મેડમ મેળવીને શ્રી દોશી કોલેજ અને વાંકાનેરનું નામ રોશન કર્યું છે.
તેમજ શ્રી દોશી કૉલેજ ના ૧ (એક) ભાઈ અને ૪ (ચાર) બહેનો આમ કુલ ૫ (પાંચ) વિદ્યાર્થીઓ નેશનલ લેવલ પર બહેનો હરિયાણા મુકામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટનું પ્રતિનિધિત્વ કરશે. જેમના નામ નીચે મુજબ છે.

ભાઈઓમાં
1) વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર) જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં બીજી વખત *ગોલ્ડ મેડલ* પ્રાપ્ત કરેલ.
બહેનોમાં
1) ટીમ કેપ્ટન- ચાવડા સાક્ષી જીતેન્દ્રભાઈ (વાંકાનેર)(નેશનલની ટીમમાં પસંદગી)
2) ચૌધરી રાબિયા ઇલમુદીન (તીથવા) જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં *ગોલ્ડ મેડલ* પ્રાપ્ત કરેલ.
3) વોરા કિંજલ જીતેન્દ્રભાઈ (રાતી દેવડી)
જેવોએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આર્ટિસ્ટિક યોગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ.
૪) થુલેટિયા રેણુકા ભુપતભાઈ (ગારિયા)
યુનિવર્સિટીની યોગ સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ.
આ બાબત વાંકાનેર અને શ્રી દોશી કૉલેજ માટે ખુબ જ ગૌરવસમી ઘટના છે. બધા જ ખેલાડીઓને અને રમત ગમતના અધ્યાપક ડૉ. વાય.એ.ચાવડા સાહેબને આ સફળતા માટે શ્રી દોશી કૉલેજ વાંકાનેરના ટ્રસ્ટીઓ, આચાર્ય અને દોશી કૉલેજ પરિવારે અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી.
વ્યક્તિગત સ્પર્ધામાં ભાઈઓ
1. વસાણીયા તુષાર દીપકભાઈ (વાંકાનેર)
ચેમ્પિયન થયેલા વિદ્યાર્થી બહેનો
1. થુલેટિયા રેણુકા ભુપતભાઈ (ગારિયા)
2. ચાવડા સાક્ષી જીતેન્દ્રભાઈ (વાંકાનેર)
3. ચૌધરી રાબિયા ઇલમુદીન (તીથવા)
4. વકાલિયા ફેજીલાબાનુ રિફાકતહુસેન (તીથવા)
5. વિઠ્ઠલપરા પ્રિયાંશી રમેશભાઈ (સિંધાવદર)
6. પરમાર કાજલ હકાભાઈ (વઘાસીયા)
આર્ટિસ્ટિક યોગ સ્પર્ધા
1. વોરા કિંજલ જીતેન્દ્રભાઈ (રાતી દેવડી)











