ચેક રિટર્ન કેસમાં એડવોકેટ જમીલાબેન દલપુત્રાની અસરકારક દલીલ : વાંકાનેર કોર્ટનો ચુકાદો આરોપીને એક વર્ષની સાદી કેદ, રૂ. ૧.૫૫ લાખ વળતર ચૂકવવાનો હુકમ

Image

વાંકાનેર: ચેક રિટર્નના કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ જમીલાબેન ઈબ્રાહિમભાઈ દલપુત્રા દ્વારા કરવામાં આવેલી દલીલો તથા રજૂ કરાયેલા પુરાવાઓને ધ્યાને લઈ વાંકાનેરની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે આરોપી દીપક ગણપતલાલ પંડ્યાને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ-૧૩૮ હેઠળ દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે.


અદાલતે ફરિયાદીને બાકી રહેતી રૂ. ૧,૫૫,૦૦૦ની રકમ ૩૦ દિવસમાં વળતર તરીકે ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. વળતરની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે.
કેસની વિગત મુજબ રાજકોટના ફરિયાદી પ્રકાશચંદ્ર શંભુપ્રસાદ પંડ્યાએ આરોપીને અંગત જરૂરિયાત માટે રૂ. ૨ લાખ હાથઉછીના આપ્યા હતા. રકમની ચુકવણી માટે આરોપીએ કોટક મહિન્દ્રા બેંકનો ચેક આપ્યો હતો, પરંતુ ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાથી ચેક પરત ફર્યો હતો. કાયદેસરની નોટિસ બાદ પણ રકમ ચૂકવવામાં ન આવતા ફરિયાદીએ અદાલતનો આશરો લીધો હતો.


કેસ દરમિયાન ફરિયાદી પક્ષે અસલ ચેક, સમજૂતી કરાર, બેંક રિટર્ન મેમો અને કાયદેસરની નોટિસ સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આરોપીએ પણ રૂ. ૪૫,૦૦૦ ચૂકવ્યા હોવાનું અને રૂ. ૧,૫૫,૦૦૦ બાકી હોવાનું સંયુક્ત પુરસીસમાં સ્વીકાર્યું હતું.


ફરિયાદી પક્ષના પુરાવા અને દલીલોને ધ્યાને લઈ અદાલતે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી વિરેન્દ્રસિંહ શનાભાઈ ઠકોરે ચુકાદો જાહેર કર્યો હતો. કેસમાં ફરિયાદી તરફે એડવોકેટ જમીલાબેન ઈબ્રાહિમભાઈ દલપુત્રા રોકાયા હતા.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading