વાંકાનેર શહેરમાં પર્યાવરણ જાગૃતિ અને હરિયાળું ભવિષ્ય સર્જવાના હેતુથી શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ, વાંકાનેર દ્વારા “વૃક્ષદાન મહાદાન” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત લોકો પોતાના સ્વજનોની યાદમાં વૃક્ષદાન કરી “સ્મૃતિ વન” નિર્માણમાં સહભાગી બની શકશે.

આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ પ્રકૃતિનું સંવર્ધન, પર્યાવરણનું રક્ષણ અને આવનારી પેઢી માટે હરિયાળું વાતાવરણ ઊભું કરવાનો છે. “વાવો તમે, ઉછેરશું અમે” ના સૂત્ર સાથે મંડળ દ્વારા વૃક્ષોની સંભાળ અને જતનની જવાબદારી પણ લેવામાં આવશે.
આ અંગે આયોજકો દ્વારા જણાવાયું હતું કે, દરેક વ્યક્તિ પોતાના પરિવારજનો કે સ્વજનોની યાદને જીવંત રાખવા માટે એક વૃક્ષદાન કરી શકે છે, જે ભવિષ્યમાં પર્યાવરણ માટે પણ અમૂલ્ય સાબિત થશે.

વૃક્ષદાન માટે વધુ માહિતી અને સંપર્ક માટે રવિભાઈ લખતરિયા (મો. ૯૮૨૪૧ ૯૩૨૭૪) નો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.









