વાંકાનેર એસ.ટી. કર્મચારીઓની પ્રામાણિકતા : બસમાં ભૂલાયેલ રૂ. 45 હજારથી વધુ કિંમતી દાગીના સહિતનો પર્સ મુસાફરને પરત અપાયો

Image

વાંકાનેર : ગત તા. 7/5/2026 ના રોજ વાંકાનેરથી અમદાવાદ જતી એસ.ટી. બસમાં મુસાફરી કરનાર આશિયાનાબાનુ નૂરમહંમદભાઈ મેરનો લેડીઝ પર્સ બસમાં ભૂલાઈ ગયો હતો. બસમાં ફરજ પર કંડક્ટર તરીકે પ્રકાશભાઈ મકવાણા અને ડ્રાઈવર તરીકે ભીખુભાઈ કુંભરવાડીયા ફરજ બજાવી રહ્યા હતા..

બસ અમદાવાદ પહોંચ્યા બાદ કંડક્ટર પ્રકાશભાઈ મકવાણાએ બસ ચેક કરતા એક લેડીઝ પર્સ મળી આવ્યો હતો. પર્સમાં સોનાની વીંટી, એક જોડી ચાંદીના સાંકરા, બંગડી, પાટલા, મેકઅપનો સામાન સહિત અંદાજે રૂ. 45 હજારથી વધુ કિંમતની વસ્તુઓ મળી આવી હતી.


ત્યારબાદ સમગ્ર બાબતની ખરાઈ કરી વાંકાનેર ખાતે ફરજ પરના ટી.સી. જયેશભાઈ પંડયાએ મુસાફરનો સંપર્ક સાધી રૂબરૂ બોલાવ્યા હતા. આજ રોજ કંડક્ટર પ્રકાશભાઈ મકવાણા, રાજકોટ એસ.ટી. ક્રેડિટ સોસાયટીના ડિરેક્ટર જે. જે. જાડેજા તથા ટી.આઈ. રહીમભાઈ પરમારની હાજરીમાં તમામ વસ્તુઓની ખરાઈ કરી મુસાફરને પરત સોંપવામાં આવી હતી.


એસ.ટી. નિગમ તથા વાંકાનેર એસ.ટી. પરિવારની પ્રતિષ્ઠામાં વધારો કરવા બદલ રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા તથા વાંકાનેર ડેપો મેનેજર એ. એન. પઢારીયાએ કંડક્ટર પ્રકાશભાઈ મકવાણાને અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. મુસાફરે પણ એસ.ટી. નિગમ અને વાંકાનેર એસ.ટી. પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

મોરબીના ઉદ્યોગક્ષેત્રમાં વિશ્વાસનું નામ બની રહેલું “માધવ થ્રેડ” ઉચ્ચ ગુણવત્તાવાળું…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading