વેરશીદાદાની સમાધિ પૂજન અને ૨૨મા પાટોત્સવ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમો; મહાપ્રસાદ અને યુટ્યુબ લાઈવની વ્યવસ્થા
વાંકાનેર તાલુકાના નવા ધામલપર ગામે આવેલ શ્રી ગેલ માતાજીના મંદિરે તા. ૧ મે ૨૦૨૬, શુક્રવારે નવચંડી યજ્ઞ તથા નવરંગો માંડવો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વેરશીદાદાની સમાધિ પૂજન અને ૨૨મા પાટોત્સવ નિમિત્તે આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, જેમાં સમગ્ર વિસ્તારના ભક્તોને ભાવભેર આમંત્રણ આપવામાં આવ્યું છે.

કાર્યક્રમની શરૂઆત સવારે ૭:૩૦ વાગ્યે માંડવાની થાંભલી રોપણથી થશે, ત્યારબાદ સવારે ૮:૩૦ વાગ્યે નવચંડી યજ્ઞ યોજાશે. સવારે ૧૦:૦૦ વાગ્યે વિધિ પૂજન અને ૧૦:૩૦ વાગ્યે સમાધિ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ બપોરે ૧૧:૦૦ વાગ્યે હોમકાર્ય અને બપોરે ૩:૦૦ વાગ્યે પૂર્ણાહુતિ થશે.
ભક્તો માટે બપોરે ૧૧ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાંજે ૪:૦૦ વાગ્યે ભુવાઓના સામેયા અને રાત્રે ૮:૦૦ વાગ્યે માતાજીનો માંડવો યોજાશે.

આ સમગ્ર કાર્યક્રમનું યુટ્યુબ પર ‘MAA MELDI VIDEO SARDHAR’ ચેનલ દ્વારા લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે, જેથી દૂર રહેતા ભક્તો પણ દર્શનનો લાભ લઈ શકે.
આ આયોજન ભૂવાશ્રી પરસોત્તમભાઈ વેરશીભાઈ બાવરવા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. તમામ ભક્તોને ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા આમંત્રણ આપવામાં આવ્યું છે.











