નવાપરામાં પાણી લીકેજ મામલે સગાભાઈઓના પરિવાર વચ્ચે અથડામણ, સામસામી ફરિયાદ નોંધાઈ

Image

વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં પાણી લીકેજના મુદ્દે બે સગાભાઈઓના પરિવાર વચ્ચે તણાવ વધી જતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બોલાચાલી બાદ બન્ને પક્ષો સામસામે આવી જતા ધોકા, ઢીકા પાટુ અને ઈંટોના ઘા સાથે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો.


પ્રાપ્ત માહિતી મુજબ, શાકભાજી વેપારી દિનેશભાઈ કેશુભાઈ ભોજવીયાએ કંચનબેન ઝવેરભાઈ ભોજવીયા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના ઘરમાંથી પડોશમાં પાણી ઉતરવાના મુદ્દે તકરાર થતા મહિલાને વાળ પકડી પછાડી દેવામાં આવી અને લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો.


બીજી તરફ ઝવેરભાઈ રાયસિંગભાઈ ભોજવીયાએ સામાપક્ષે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેમની દીવાલમાં પાણી આવતા લીકેજ રીપેર કરવા કહેતા ગાળો આપી ઈંટોના ઘા કરવામાં આવ્યા તેમજ કેટલાક લોકોને ઢીકા પાટુ માર મારવામાં આવ્યો હતો.


બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading