વાંકાનેરમાં ભયંકર ગરમીમાં રાહત માટે AAA ગ્રુપની પ્રશંસનીય પહેલ – પુલ દરવાજા ચોક ખાતે વિનામૂલ્યે છાશ નું વિતરણ કરાયું

Image

આજરોજ તા. 01 મે 2026, શુક્રવારના રોજ વાંકાનેર શહેરના હાર્દ સમા વિસ્તાર પુલ દરવાજા ચોક ખાતે અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ (AAA Group) દ્વારા ભયાનક ગરમીમાં રાહદારીઓને રાહત આપવા માટે ઘોરવા સ્પેશિયલ છાશ વિતરણનું સેવાકાર્ય આયોજન કરવામાં આવ્યું હતું.


છેલ્લા ત્રણ વર્ષથી અવિરત ચાલતા આ સેવાકાર્ય અંતર્ગત મોટી સંખ્યામાં લોકોને ઠંડકરૂપ છાશ પીરસવામાં આવી, જેના કારણે ગરમીમાં રાહતનો અનુભવ થયો હતો.


આ તકે AAA ગ્રુપ દ્વારા વાંકાનેર શહેર તથા તાલુકાની જનતાનો સહકાર બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે આજના દાતાશ્રીનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading