વાંકાનેર સીટી પોલીસે ચોરી ના ગુનાહ માં નાસ્તો ફરતો આરોપી ને ઝડપી ને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.એચ. સારડાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. સિંધવ અને તેમની ટીમ દ્વારા હાથ ધરાયેલ તપાસ દરમિયાન સર્વેલન્સ સ્ટાફે હ્યુમન સોર્સ તથા સીસીટીવી ફૂટેજના આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને રાજકોટના કુબલીયાપરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.

પકડાયેલ આરોપી કમલેશ ઉર્ફે કમો દીપકભાઈ સોલંકી (ઉ.વ.29), રહે. કુબલીયાપરા, રાજકોટ પાસેથી પોલીસે ચોરીમાં ગયેલ સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂ. 1,39,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કામગીરીના આધારે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એ-પાર્ટ ગુ.ર.નં. 0577/2025 ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ-2023ની કલમ 305, 331(3), 331(4), 54 મુજબનો ગુન્હો ડિટેક્ટ કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કબ્જે કરાયેલ મુદ્દામાલ:
સોનાનો ચેઇન – રૂ. 20,000
સોનાનું પેન્ડલ – રૂ. 5,000
સોનાની બુટી જોડ – રૂ. 7,000
રોકડ રકમ – રૂ. 1,07,000
કુલ મુદ્દામાલ : રૂ. 1,39,000
આ સમગ્ર કામગીરીમાં પીઆઈ વી.એસ. સિંધવ, પો.હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, પો.કોન્સ્ટેબલ રાણીંગભાઈ ખવડ, દર્શીતભાઈ વ્યાસ, હિતેન્દ્રસિંહ ઝાલા, વિપુલભાઈ પરમાર અને જગદીશભાઈ રંગપરા જોડાયા હતા.









