વાંકાનેરની શારદા વિદ્યાલયે રચ્યો ઇતિહાસ ધો.10 બોર્ડમાં ખાંડેખા મિલી રોહિતભાઈ એ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે

Image

વાંકાનેરની શારદા વિદ્યાલયની વિદ્યાર્થીની ખાંડેખા મિલી રોહિતભાઈ એ ધોરણ-10 બોર્ડ પરીક્ષામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. મીલીબેન એ 98.33 ટકા સાથે 99.99 PR મેળવી વાંકાનેર શહેર અને સમગ્ર જિલ્લામાં ગૌરવ વધાર્યું છે.


વિદ્યાર્થીનીએ ગણિત, સંસ્કૃત અને સમાજવિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી અદભુત પ્રદર્શન કર્યું છે. આ ભવ્ય સફળતા બદલ શાળાના ટ્રસ્ટીગણ, આચાર્યશ્રી, શિક્ષકમંડળ તેમજ પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.


શારદા વિદ્યાલય દ્વારા સતત ઉત્તમ શૈક્ષણિક પરિણામો પ્રાપ્ત થતાં ફરી એકવાર શાળાનું નામ સમગ્ર ગુજરાતમાં ગુંજી ઉઠ્યું છે. શહેરના વિવિધ આગેવાનો, શિક્ષણપ્રેમીઓ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા મીલીબેનને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

મોરબીના ઉદ્યોગક્ષેત્રમાં વિશ્વાસનું નામ બની રહેલું “માધવ થ્રેડ” ઉચ્ચ ગુણવત્તાવાળું…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading