ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રેડ એલર્ટ

Image

IMD અમદાવાદની ચેતવણી – અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા, કેટલાક વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના

ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ કેન્દ્ર દ્વારા ગુજરાત માટે આગામી સાત દિવસની વરસાદી આગાહી જાહેર કરવામાં આવી છે. આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે રેડ એલર્ટ સમાન ચેતવણી આપવામાં આવી છે.


દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં 5થી 7 જુલાઈ દરમિયાન અત્યંત ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 5 અને 6 જુલાઈ દરમિયાન આભ ફાટે તેવી વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. જ્યારે પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે.


ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે મેઘગર્જના અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા, જરૂરી ન હોય તો ભારે વરસાદ દરમિયાન મુસાફરી ટાળવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading