જડેશ્વરના જંગલમાં જીવદયાની અનોખી પહેલ : 1000થી વધુ નાળિયેરમાં કીડિયારું ભરી જીવજંતુઓ માટે ખોરાકની વ્યવસ્થા

Image

યુવાશક્તિ ફાઉન્ડેશન તથા જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે જડેશ્વર જંગલ વિસ્તારમાં પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા માટે એક અનોખી અને પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી છે.

આ અભિયાન અંતર્ગત જંગલ વિસ્તારમાં નાના જીવજંતુઓ, ખાસ કરીને કીડીઓ માટે 1000 કરતાં વધુ સુકા નાળિયેરમાં છિદ્ર કરીને તેમાં કીડિયારું ભરીને અલગ અલગ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા, જેથી નાનકડા જીવને સરળતાથી ખોરાક મળી રહે અને તેમનું જીવન સુરક્ષિત રહી શકે.

આ સાથે પક્ષીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. વૃક્ષો પર કૂંડા લટકાવી તેમાં દાણા મૂકવામાં આવ્યા હતા, જેથી પક્ષીઓને સતત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું.


આ સમગ્ર પહેલ માનવતા, કરુણા અને દરેક જીવ પ્રત્યે દયાભાવનો સંદેશ આપે છે. સંસ્થાના સભ્યોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવશે, જેથી સમાજમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading