મોરબીમાં AIIMS રાજકોટના નિષ્ણાત તબીબોની સેવા મળશે: 10 ઓક્ટોબરે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન

Image

મોરબીવાસીઓ માટે આરોગ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ સેવા મળી રહે તે હેતુથી રાજકોટ ખાતે કાર્યરત AIIMS હોસ્પિટલના સહયોગથી મોરબી શહેરમાં પ્રથમવાર મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના 25 વર્ષના સુશાસનની ઉજવણી અંતર્ગત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે આ કેમ્પ યોજાશે.


કેમ્પમાં AIIMSના નિષ્ણાત તબીબો દ્વારા વિવિધ રોગોના નિદાન માટે સેવાઓ આપવામાં આવશે. જેમાં ન્યુરોસર્જન, યુરોલોજી, નેફ્રોલોજી, કેન્સર, જનરલ સર્જરી, પ્લાસ્ટિક સર્જરી, ફેફસાં, સ્ત્રીરોગ, બાળરોગ, ચામડી, કાન-નાક-ગળા, આંખ, જનરલ મેડિસિન, હાડકાં, દાંત, આયુર્વેદિક, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી અને ડાયેટિશિયન સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. કેમ્પમાં દર્દીઓનું નિઃશુલ્ક સર્વરોગ નિદાન કરવામાં આવશે તેમજ દવા પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.


📌 કેમ્પની વિગતો:
તારીખ: 10 ઓક્ટોબર, 2026 (શનિવાર)
સમય: સવારે 8:00 વાગ્યાથી
સ્થળ: મયુર હોસ્પિટલ, એમ.ઈ. કોલેજની બાજુમાં, મોરબી-2


વહીવટી તંત્ર, ભાજપ પરિવાર તથા સેવાકીય સંસ્થાઓના સહયોગથી યોજાનારા આ કેમ્પનો મોરબી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો લાભ લે અને કોઈ જરૂરિયાતમંદ દર્દી આ આરોગ્ય સેવામાંથી વંચિત ન રહે તેવી અપીલ કરવામાં આવી છે. કેમ્પ માં સારવાર માટે આવતા દર્દીઓ ને ખાસ અપીલ આપનું કોઈપણ ઓળખ પ્રમાણપત્ર સાથે રાખવું (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરે)

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading