વાંકાનેરમાં VED TVS શોરૂમનું ભવ્ય ઓપનિંગ, હવે TVSના તમામ ટુ-વ્હીલર્સ સાથે સેલ્સ અને સર્વિસની સુવિધા એક જ સ્થળે

Image


વાંકાનેર: શહેરના ટુ-વ્હીલર પ્રેમીઓ માટે ખુશખબરરૂપ સમાચાર સામે આવ્યા છે. TVS કંપનીના વાહનોની ખરીદી માટે હવે અન્ય શહેરોમાં જવાની જરૂર રહેશે નહીં, કારણ કે વાંકાનેર ખાતે VED TVS Showroom with Sales & Service નું ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું છે.


વાંકાનેરના 27-એ, નેશનલ હાઈવે પર, નેક્સા ટાયરની બાજુમાં શરૂ થયેલા આ નવા શોરૂમમાં TVS કંપનીના વિવિધ લોકપ્રિય મોડલ્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ગ્રાહકો અહીં ઇલેક્ટ્રિક સ્કૂટરથી લઈને સ્પોર્ટ્સ બાઇક સુધીના તમામ મોડલ્સ પોતાની પસંદગીના કલરમાં મેળવી શકશે.


શોરૂમમાં ઉપલબ્ધ મોડલ્સમાં TVS Orbiter EV અને TVS iQube જેવા આધુનિક ઇલેક્ટ્રિક સ્કૂટર્સનો સમાવેશ થાય છે. ઉપરાંત TVS Jupiter 110cc અને 125cc, TVS Sport, TVS Radeon, TVS Raider, TVS Ronin તેમજ લોકપ્રિય TVS Apache RTR Series પણ ઉપલબ્ધ છે.


TVS Ronin તેની 225.9cc એન્જિન ક્ષમતા, શક્તિશાળી પરફોર્મન્સ અને આધુનિક ફીચર્સને કારણે યુવા વર્ગમાં ખાસ લોકપ્રિય બની રહી છે. જ્યારે TVS iQube અને Orbiter EV પર્યાવરણને અનુકૂળ અને આધુનિક ટેકનોલોજી ધરાવતા ઇલેક્ટ્રિક વાહનો તરીકે ગ્રાહકોનું આકર્ષણ બની રહ્યા છે.


ખાસ વાત એ છે કે વાહનની ખરીદી બાદ ગ્રાહકોને સર્વિસ માટે અન્યત્ર જવાની જરૂર નહીં પડે. VED TVS ખાતે જ સંપૂર્ણ સેલ્સ અને સર્વિસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી ગ્રાહકોને એક જ સ્થળે તમામ સેવાઓ મળી રહે.


શોરૂમના સંચાલકો દ્વારા જણાવ્યા મુજબ, નવા ઓપનિંગ નિમિત્તે ગ્રાહકો માટે ખાસ ઓફર્સ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેનો લાભ લઈ ગ્રાહકો પોતાના મનપસંદ TVS ટુ-વ્હીલરની ખરીદી કરી શકશે. વાંકાનેર અને આસપાસના વિસ્તારોના ગ્રાહકો માટે VED TVS હવે TVSના વિશ્વાસ સાથે આધુનિક વાહનો અને શ્રેષ્ઠ સર્વિસનું નવું કેન્દ્ર બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.


સરનામું:
VED TVS Showroom with Sales & Service
27-A, National Highway,
Nexa Tyre ની બાજુમાં,
વાંકાનેર.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading