વાંકાનેર શહેરમાં બંધુ સમાજ દવાખાના પાસે રહેતા દીપેનભાઈ જગદીશભાઈ બારભાયા (ઉ.વ. 40)ના ઘર પાસે પાર્ક કરેલ સુઝુકી એક્સેસ (નંબર: GJ-03-JN-9244) સ્કૂટર ગત તા. 25 એપ્રિલના રોજ બપોરના સમયે અજાણ્યા તસ્કરે ડુપ્લીકેટ ચાવીનો ઉપયોગ કરી લોક ખોલી ચોરી કરી લઈ ગયો હતો.
ચોરી થયેલ સ્કૂટરની કિંમત અંદાજે રૂપિયા 30 હજાર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે દીપેનભાઈએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.









