વાંકાનેરમાં સામું જોવા જેવી જૂની અદાવત નો ખાર રાખી યુવક પર લાકડાના ધોકાથી હુમલો, ત્રણ સામે ફરિયાદ

Image

વાંકાનેર શહેરના આરોગ્યનગર વિસ્તારમાં થોડા દિવસો પેલા સામું જોવા જેવી નજીવી ઝગડા નાં મનદુઃખને લઈ યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રફીકભાઈ ઉમરભાઈ સદવાણી (ઉ.વ.૨૭), રહે. આરોગ્યનગર, વાંકાનેર ઉપર તા.૦૩/૦૫/૨૦૨૬ના રોજ રાત્રે આશરે ૧૦ વાગ્યે બસ સ્ટેશનના નાના ગેટ પાસે હુમલો કરવામાં આવ્યો હતો.


ફરિયાદ મુજબ, થોડા દિવસ પહેલાં થયેલી બોલાચાલીનો ખાર રાખી આરોપી જતીનભાઈ લાલજીભાઈ કોળી જે મેરુભાઈ કોળી નો ભાઈ છે તેને રફીકભાઈ સાથે ગાળાગાળી કરી કહેલ કે મારા ભાઈ સામું કેમ જોયું તું ?, અમે અહીંયા બેઠા હોઈ ત્યારે નિકળવાનું નહીં તારે તેમ કહી ગાળાગાળી કરવા લાગેલ અને કહ્યું કે ઉભોરે અહીંયા હમણાં આવું જ છું તેમ કહી ઘરે થી લાકડા ના ધોકો લાવી અને લાકડાના ધોકાથી માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગે ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ મેરુભાઈ લાલજીભાઈ કોળી પણ ત્યાં આવી ઢીકાપાટુનો માર માર્યો હતો.


ઇજાગ્રસ્ત રફીકભાઈને લોહી નીકળવા લાગેલ હોય જેથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર માટે મોરબી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ ઘટનાના અનુસંધાને દિપકભાઈ ગીરધરભાઈ કોળીએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.


પોલીસે આરોપીઓ સામે બી.એન.એસ કલમ ૧૧૮(૧), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૨), ૫૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading