4 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશના પરિણામો જાહેર થવાની શરૂઆત – સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ
પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરલમ અને પુડુચેરીમાં થયેલી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આજે સોમવારથી જાહેર થવા લાગ્યા છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થતાં જ રાજકીય હલચલ તેજ બની ગઈ છે. આ ચૂંટણીમાં સૌથી વધુ નજર પશ્ચિમ બંગાળ પર છે, જ્યાં મમતા બેનરજીનો ગઢ ગણાતો રાજ્ય હવે કડક ટક્કર જોઈ રહ્યું છે.
10 સુધી નું વાગ્યાની અપડેટ
મતગણતરીના લગભગ બે કલાક બાદ મળતા વલણોમાં સ્પષ્ટ ચિત્ર સામે આવતું જોવા મળી રહ્યું છે.
કુલ બેઠકો: 293
મળેલા વલણો: 266
👉 ભાજપ: 139 બેઠકો પર આગળ
👉 ટીએમસી: 121 બેઠકો પર લીડ
હાલ આ માત્ર પ્રાથમિક વલણો છે, અંતિમ પરિણામો ઇવીએમના સંપૂર્ણ ખુલાસા બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ શરૂઆતના આ આંકડા રાજ્યની રાજનીતિમાં મોટા ફેરફારની સંભાવના દર્શાવી રહ્યા છે.









