મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં મહિલાઓના કૌશલ્ય વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી દ્વારા આઈટીઆઈ કોલેજ ખાતે મહિલાઓ માટે વિશેષ તાલીમ કોર્સ શરૂ કરવાની રજૂઆત કરવામાં આવી હતી, જેને રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

પરિપત્ર મુજબ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વાંકાનેર આઈટીઆઈમાં મહિલાઓ માટે વિવિધ ટ્રેડ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે. તેમાં ખાસ કરીને બેસિક સિલાઈ, બેસિક કોસ્મેટોલોજી (બ્યુટી પાર્લર), સ્ટેનો ગ્રાફર અને ફેશન ડિઝાઇનિંગ જેવા કોર્સનો સમાવેશ થાય છે.

આ નિર્ણયથી વિસ્તારમાં મહિલાઓને પોતાના ઘરના નજીક જ તાલીમ મેળવી રોજગાર મેળવવાની સગવડ મળશે. સાથે જ, પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હોવાથી બહેનોને વધુમાં વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
ધારાસભ્યશ્રીની આ પહેલને સ્થાનિક સ્તરે પ્રસંસા મળી રહી છે અને મહિલાઓના સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.









