વાંકાનેર : વાંકાનેર રાજકોટ રોડ ખાતે આવેલ હનુમાન મંદિર ખાતે પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે 101 વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહયોગથી તેમજ મોરબીના સ્વર્ગસ્થ દયાનાબેન રવિભાઈ ફેફર (ધવલભાઈ)ના સહકારથી અને સ્વર્ગસ્થ જૈનીલ ગૌતમભાઈની યાદમાં 101 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. વૃક્ષારોપણ થકી બંને દિવંગત આત્માઓને અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પર્યાવરણ સંયોજક ભુપતભાઈ છૈયાના સંકલન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે DYSP સારડા સાહેબ, સુરેશભાઈ પ્રજાપતિ, જગદીશભાઈ પ્રજાપતિ, યુવા ભાજપના કાર્યકર્તાઓ સહિત અમરસીભાઈ અને વિનુભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ વૃક્ષોના જતન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

















