વાંકાનેર શહેરના ગાયત્રી મંદિર નજીક આવેલા મફતીયાપરા વિસ્તારમાં જાહેરમાં તીન પત્તીનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે વાંકાનેર સિટી પોલીસે દરોડો પાડી પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના તથા રોકડા રૂપિયા 10,200નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને ખાનગી બાતમી મળતા પંચોને સાથે રાખી વહેલી સવારે રેઇડ કરવામાં આવી હતી. પોલીસ પહોંચતા જ જુગાર રમી રહેલા શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોર્ડન કરીને તમામને ઝડપી લીધા હતા.

પકડાયેલા આરોપીઓમાં સુરેશભાઈ વશરામભાઈ ગર (ચારણીયા), મહેશભાઈ ધીરૂભાઈ સંઘાર (રાવળદેવ), આકાશભાઈ ઉર્ફે કાનો નારણભાઈ જોગીયાણી (રાવળદેવ), સાગરભાઈ કેશાભાઈ વિકાણી (દેવીપૂજક) તથા લાલો ગોરધનભાઈ જોગીયાણી (રાવળદેવ)નો સમાવેશ થાય છે.
પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ તથા જુગાર રમવામાં ઉપયોગમાં લેવાયેલા ગંજીપત્તા કબજે કરી જુગારધારા કલમ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.













