ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને હસ્તગત કરી રૂ. 60 હજારના બે ચોરાઉ બાઈક કબજે
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટના ગુન્હાની તપાસ દરમિયાન પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર પર્વતકુમારી આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને હસ્તગત કરવામાં આવ્યા હતા.

તેમની પાસેથી મળી આવેલા બે મોટરસાયકલના રજિસ્ટ્રેશન અને ચેસીસ નંબરના આધારે પોકેટકોપ મારફતે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે એક મોટરસાયકલ ભાવનગર જિલ્લાના ગારીયાધર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અને બીજું મોરબી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરવામાં આવ્યું હતું. કિશોરોએ પૂછપરછ દરમિયાન બંને વાહનો ચોરી કર્યાની કબૂલાત આપતા સંબંધિત બંને ગુન્હાઓનો ભેદ ઉકેલાયો હતો.

પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલમાં હીરો સ્પ્લેન્ડર પ્લસ (રજી. નં. GJ-36-AE-8015) તથા હીરો એચ.એફ. ડિલક્સ મળી કુલ અંદાજે રૂ. 60,000 કિંમતના બે મોટરસાયકલનો સમાવેશ થાય છે.

આ કામગીરીમાં પ્રો. પોલીસ ઇન્સ્પેક્ટર પર્વતકુમારી આર. સોલંકી, એએસઆઈ ધર્મેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ પરમાર, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા તેમજ પોલીસ કોન્સ્ટેબલ રાણીંગભાઈ ખવડ, હિતેન્દ્રસિંહ ઝાલા, દર્શીતભાઈ વ્યાસ અને જગદીશભાઈ રંગપરાની કામગીરી પ્રશંસનીય રહી હતી.










