વાંકાનેરના જડેશ્વર રોડ સ્થિત પૌરાણિક શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નું ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો જે નિમિત્તે મુનિબાવાની જગ્યા ના સાનિધ્યમાં ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ગુરુપૂજન, ધૂન-ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ગુરુવંદના કરી હતી.

કાર્યક્રમની શરૂઆત સવારે ગુરુપૂજન અર્ચનાથી થઈ હતી, જ્યારે બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભજન-કીર્તનના સુમધુર સ્વરો વચ્ચે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. “ભજન સાથે ભોજનનો સંગમ” બનતા સમગ્ર કાર્યક્રમમાં ભાવિકોએ આધ્યાત્મિક આનંદની અનુભૂતિ કરી હતી.















