વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે દારૂનો મોટો જથ્થો ઝડપાયો: 531 પેટી, 14,796 બોટલ સાથે રૂ. 29.47 લાખનો મુદ્દામાલ કબજે

Image

વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં સંતાડેલો ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો ઝડપાયો, બે આરોપીઓ ઝડપાયા જ્યારે બે આરોપીઓ હજુ ફરાર

વાંકાનેર તાલુકા પોલીસને પ્રોહિબિશનના ગુનાઓ સામે વધુ એક મોટી સફળતા મળી છે. ગુંદાખડા ગામની સીમમાં આવેલી એક વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં સંતાડીને રાખવામાં આવેલ ઇંગ્લિશ દારૂ અને બીયરના વિશાળ જથ્થા પર પોલીસે દરોડો પાડી કુલ 531 પેટી, 14,796 બોટલ/ટીન સહિત અંદાજે રૂ. 29,47,564નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓની ધરપકડ કરી છે જ્યારે દારૂનો જથ્થો મોકલનાર સહિત બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલ તથા વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સમિર સારડાના માર્ગદર્શન હેઠળ પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી ચાલી રહી છે.


તે દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલને ખાનગી બાતમી મળી હતી કે ગુંદાખડા ગામની સીમમાં નાથાભાઈ હરજીભાઈ વાજાની વાડીમાં આવેલા રહેણાંક મકાનમાં મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. બાતમીના આધારે પી.એસ.આઈ. ડી.વી. ખાંભલા અને પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક દરોડો પાડવામાં આવ્યો હતો.


દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની વ્હિસ્કી, વોડકા તથા કિંગફિશર સુપર સ્ટ્રોંગ બીયરના કુલ 14,796 બોટલ અને ટીન, બે મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 29.47 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.


આ કેસમાં પોલીસે નાથાભાઈ હરજીભાઈ વાજા અને અશ્વીનભાઈ નાથાભાઈ વાજા (રહે. ગુંદાખડા)ની ધરપકડ કરી છે. જ્યારે ‘ટકો’ (રહે. રાજસ્થાન) અને , જિતેશભાઈ ભીમાભાઈ રંગપરા (રહે. થાન, સુરેન્દ્રનગર) ને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading