વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂ. 18,675નો મુદ્દામાલ કબજે કર્યો, એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો
વાંકાનેર સીટી પોલીસે ખાનગી બાતમીના આધારે શહેરના જીનપરા શેરી નં. 11 વિસ્તારમાં દરોડો પાડી એક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 25 શીલપેક બોટલ મળી રૂ. 18,675નો મુદ્દામાલ કબજે કરી આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ભમીરિયા કૂવા પાસે ખાનગી બાતમી મળી હતી કે જીનપરા શેરી નં. 11 ખાતે રહેતા નીલેશભાઈ રસીકભાઈ વીંજવાડીયા (કોળી)એ પોતાના મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. બાતમીના આધારે પોલીસ અધિકારીઓએ પંચોની હાજરીમાં સ્થળ પર દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન આરોપીના એક રૂમ અને રસોડાવાળા મકાનના હોલમાં તિજોરી પાસે રાખેલા બે પ્લાસ્ટિકના થેલામાંથી ROYAL CHALLENGE FINE RESERVE WHISKY બ્રાન્ડની 750 એમ.એલ. ક્ષમતાવાળી ‘FOR SALE IN PUNJAB STATE ONLY’ લખેલી શીલપેક બોટલો મળી આવી હતી. પોલીસે કુલ 25 બોટલ પૈકી એક બોટલ એફ.એસ.એલ. તપાસ માટે સેમ્પલ તરીકે અલગ રાખી બાકીની બોટલો સહિત કુલ રૂ. 18,675નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આરોપી નીલેશભાઈ રસીકભાઈ વીંજવાડીયા (ઉ.વ. 22), રહે. જીનપરા શેરી નં. 11, વાંકાનેર સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(અ)(અ) અને 116-બી હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસના સ્ટાફ દ્વારા પંચોની હાજરીમાં કરવામાં આવી હતી.
સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફ:
પોલીસ કોન્સ્ટેબલ દર્શીતભાઈ ગીરીશભાઈ વ્યાસ
એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા
પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ હરભમજી ઝાલા
પોલીસ હેડ કોન્સ્ટેબલ વિશ્વરાજસિંહ પ્રવિણસિંહ ઝાલા
પોલીસ કોન્સ્ટેબલ રાણીંગભાઈ નાજભાઈ ખવડ
પોલીસ કોન્સ્ટેબલ હીતેન્દ્રસિંહ મનુભા ઝાલા











