વાંકાનેરના સિપાઈ શેરી માં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર પોલીસનો દરોડો, પાંચ આરોપી ઝડપાયા

Image

રૂ. 18,050ની રોકડ અને ગંજીપત્તાના 52 પાના કબજે, જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધાયો

વાંકાનેર સીટી પોલીસ દ્વારા શહેરમાં જુગાર વિરોધી કામગીરી દરમિયાન જીનપરા વિસ્તારમાં જાહેરમાં રમાતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી પાંચ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સ્થળ પરથી કુલ રૂ. 18,050ની રોકડ રકમ તથા ગંજીપત્તાના 52 પાના કબજે કરી જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે જીનપરા જકાતનાકા પાસે સિપાઈ શેરીમાં હુસેનભાઈ જીંદાણીના ઘર નજીક ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો પૈસાની હારજીત સાથે તીનપત્તીનો જુગાર રમતા હોવાની માહિતી મળતા પંચોની હાજરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આરોપીઓની વિગતો:


(1) મુકેશભાઈ ભોગીલાલ શાહ (વાણીયા)
ઉંમર: 59 વર્ષ, ધંધો: નિવૃત્ત, સરનામું: જીનપરા શેરી નં. 2, વાંકાનેર, જી. મોરબી, કબજે થયેલી રોકડ: રૂ. 3,350


(2) જયેશભાઈ હરગોવિંદભાઈ મજેઠીયા (લુવાણા)
ઉંમર: 59 વર્ષ, ધંધો: મજૂરી, સરનામું: જીનપરા રંગવાળી શેરી, વાંકાનેર, જી. મોરબી, કબજે થયેલી રોકડ: રૂ. 4,100


(3) વિપુલભાઈ ચંદ્રકાંતભાઈ કોટેચા (લુવાણા)
ઉંમર: 50 વર્ષ, ધંધો: ડ્રાઇવિંગ, સરનામું: પ્રતાપચોક, વાંકાનેર, જી. મોરબી, કબજે થયેલી રોકડ: રૂ. 3,500


(4) ઇસ્માઇલભાઈ ઇબ્રાહિમભાઈ સુમરા (સંધી)
ઉંમર: 50 વર્ષ, ધંધો: ડ્રાઇવિંગ, સરનામું: લક્ષ્મીપરા શેરી નં. 2, વાંકાનેર, જી. મોરબી, કબજે થયેલી રોકડ: રૂ. 2,550

(5) આસીફભાઈ ઇકબાલભાઈ માડકીયા (ઘાંચી)
ઉંમર: 28 વર્ષ, ધંધો: ડ્રાઇવિંગ, સરનામું: ઘાંચી શેરી, મોરબી, જી. મોરબી, કબજે થયેલી રોકડ: રૂ. 3,320

આ ઉપરાંત જુગાર રમવાના સ્થળેથી રૂ. 1,230ની રોકડ અને ગંજીપત્તાના 37 પાના પણ કબજે કરવામાં આવ્યા હતા. આરોપીઓના હાથમાંથી મળી આવેલા પાનાં સહિત કુલ 52 ગંજીપત્તાના પાના તથા રૂ. 18,050નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો.


આ સમગ્ર કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ધર્મેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા સહિત પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ-12 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading