વાંકાનેર ના ખીજડીયામાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: રૂ.32,350ના મુદ્દામાલ સાથે ત્રણ ઝડપાયા

Image

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામથી ધીયાવડ જતા રસ્તા પર આરોપીઓના રહેણાક મકાન પાછળ ખુલ્લી જગ્યામાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે દરોડો પાડી ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા હતા.


પોલીસની કાર્યવાહીમાં સ્થળ પરથી 80 લીટર દેશી દારૂ, 500 લીટર દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો તથા ભઠ્ઠીના સાધનો સહિત કુલ રૂ.32,350નો મુદ્દામાલ મળી આવ્યો હતો. 500 લીટર ઠંડો આથો સ્થળ પર જ ઢોળી નાશ કરવામાં આવ્યો હતો.


મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર બી.વી. પટેલની સૂચનાથી સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઝાલા તથા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે ખીજડીયા ગામે કાર્યવાહી કરવામાં આવી હતી.


આ કાર્યવાહી દરમિયાન પોલીસે ત્રણ ઈસમો દિપકભાઈ ભુપતભાઈ સોલંકી, અજયભાઈ સોમાભાઈ સોલંકી અને શૈલેષભાઈ ભુપતભાઈ સોલંકી, ત્રણેય રહે. ખીજડીયા, તા. વાંકાનેર, જી. મોરબીને ઝડપી પાડ્યા હતા.


પોલીસે સ્થળ પરથી 80 લીટર દેશી દારૂની કિંમત રૂ.16,000, ભઠ્ઠીના સાધનોની કિંમત રૂ.3,850 તથા 500 લીટર ઠંડા આથાની કિંમત રૂ.12,500 મળી કુલ રૂ.32,350નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.


આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઈન્સ્પેક્ટર બી.વી. પટેલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. જે.કે. અઘારા, પોલીસ હેડ કોન્સ્ટેબલ જશપાલસિંહ ઝાલા, પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ દિલીપસિંહ પરમાર, સામતભાઈ રાયધનભાઈ છુછીયા સહિતની સર્વેલન્સ ટીમે હાથ ધરી હતી.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading