લાલપર ગામેથી ઘર પાસે પાર્ક કરેલી CNG ઓટો રિક્ષાની ચોરી, ડુપ્લિકેટ ચાવી વડે અજાણ્યા તસ્કરે કરી હાથફેરો

Image

વાંકાનેર તાલુકાના લાલપર ગામે રહેતા વાહીદભાઈ વલીભાઈ ખિયાણી (ઉ.વ. 48)ના ઘર પાસે પાર્ક કરેલી CNG ઓટો રિક્ષાની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ, ફરિયાદીની માલિકીની રૂ. 50 હજારની કિંમતની CNG ઓટો રિક્ષા નંબર GJ-36-U-2508 ઘર પાસે પાર્ક કરેલી હતી. દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી ઓટો રિક્ષા ચાલુ કરીને ચોરી કરી લઈ ગયો હતો.


બનાવ અંગે વાહીદભાઈ ખિયાણીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા ચોરને ઝડપી પાડવા તેમજ ચોરાયેલી ઓટો રિક્ષા શોધવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading