સામાન્ય બોલાચાલી માં તીથવા ગામે મધરાત્રે ઘરમાં ઘૂસી મહિલાની પુત્રી પર લોખંડના પાઇપથી હુમલો, ગર્ભવતી યુવતીને પણ માર માર્યાનો આક્ષેપ

Image

વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાડોશી સાથેના મનદુઃખને કારણે મધરાત્રે ઘરમાં ઘૂસી મહિલાની પુત્રી પર લોખંડના પાઇપથી હુમલો કરી ઇજા પહોંચાડવા તેમજ વચ્ચે પડેલી ગર્ભવતી યુવતીને માર માર્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ચાર શખ્સો સામે ગુનો નોંધાયો છે.


પોલીસ ફરિયાદ મુજબ, તીથવા ગામના લાલશાનગર ધાર વિસ્તારમાં રહેતા મુમતાઝબેન સલીમશા શાહમદાર 30 મેની રાત્રે પરિવાર સાથે ઘરે પહોંચ્યા હતા. તે દરમિયાન કેટલાક લોકો તેમના ઘરના દરવાજા પર આવી જોરજોરથી દરવાજો ખખડાવવા લાગ્યા હતા. દરવાજો ન ખોલતા ધક્કા મારી ઘરમાં પ્રવેશી ગાળો આપી ઝઘડો શરૂ કર્યો હતો.


ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ પૈકી એક શખ્સે લોખંડના પાઇપ વડે મુમતાઝબેનની 11 વર્ષીય પુત્રી જસ્મીનને ખભાના ભાગે માર મારી ઇજા પહોંચાડી હતી. જ્યારે ઝઘડો શાંત કરાવવા વચ્ચે પડેલી સાનીયા જાકીરભાઈ રાઠોડ નામની ગર્ભવતી યુવતીને પણ માર મારવામાં આવ્યો હતો. બાદમાં તમામ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.


ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે વાંકાનેર અને ત્યારબાદ રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની વિવિધ કલમો તેમજ જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading