વાંકાનેર શહેરમાં અખાત્રીજના પાવન પ્રસંગે ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવની ઉજવણી નિમિતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા.


શહેર માં વિવિધ આગેવાનો દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પોથી શોભાયાત્રા દરમિયાન પૂજવામાં આવી હતી. માર્કેટ ચોક ખાતે શોભાયાત્રા પૂર્ણ થયા બાદ શ્રી પરશુરામ ધામ, બ્રહ્મસમાજ સોસાયટી ખાતે મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.



આ કાર્યક્રમમાં ભાજપ અગ્રણી શ્રી શૈલેષભાઈ ઠક્કરની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી હતી. તેમણે કાર્યક્રમ દરમિયાન બ્રહ્મ સમાજના અગ્રણીઓનું સન્માન કરીને કાર્યક્રમને વિશેષ ગૌરવ આપ્યું હતું.





















