વાંકાનેરમાં એક્ટીવામાંથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક શખ્સ ઝડપાયો, રૂ.૩૩,૯૦૦નો મુદ્દામાલ કબ્જે

Image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુસર કરવામાં આવી રહેલી પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર શહેરમાં પ્રોહિબિશનનો ગુનો બહાર આવ્યો છે.


પોલીસને ખાનગી બાતમીના આધારે લક્ષ્મીપરા ચોક વિસ્તારેથી માહિતી મળી હતી કે એક વ્યક્તિ ગેરકાયદેસર રીતે ઈંગ્લિશ દારૂનો જથ્થો લઈને પચ્ચીસવાળીયા પાસે ટેલિફોન એક્સચેન્જ નજીક ઉભો છે. જેના આધારે પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.


તપાસ દરમિયાન બ્લેક કલરના એક્ટીવા (રજી.નં. GJ-36-H-6299)ની ડેકીમાં કેસરી રંગની થેલીમાંથી WHITE LACE VODKA બ્રાન્ડની ૧૮૦ એમ.એલ.ની કુલ ૧૩ નાની કાચની બોટલો મળી આવી હતી. જેની કિંમત અંદાજે રૂ.૩,૯૦૦ થાય છે. સાથે એક્ટીવાની કિંમત રૂ.૩૦,૦૦૦ ગણતા કુલ રૂ.૩૩,૯૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીની ઓળખ


સમીર શાંતીલાલ બજાણીયા (ઉ.વ.૩૫), રહે. કુંભારપરા, શેરી નંબર ૨. વાંકાનેર તરીકે થઈ છે. પોલીસે આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ દારૂનો જથ્થો મેહુલ ઉર્ફે બોબી વિરેનચંદ્ર મારૂ / લુહાર રહે. શાકમાર્કેટ પાછળ, નગરપાલિકા સામે વાંકાનેર પાસેથી મેળવ્યો હોવાનું કબૂલ્યું છે. હાલ પોલીસ દ્વારા બીજા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading