વાંકાનેર નાં વઘાસિયા ટોલનાકા પર ટોલ ચૂકવ્યા વગર કારચાલકે બૂમ બેરીયર તોડ્યું, કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી

Image

વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે પર આવેલ વઘાસિયા ટોલનાકા ખાતે એક ગંભીર બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અઠવાડિયા પૂર્વે વઘાસિયા ગામનો એક કારચાલક ટોલ ચૂકવ્યા વગર જ પસાર થવાનો પ્રયાસ કરતા ટોલનાકાનું બૂમ બેરીયર તોડી નાખ્યું હતું.


આ બનાવ અંગે ટોલ પ્લાઝાના મેનેજર મુકેશ નિર્ભયકુમાર સુધાંશુએ વાંકાનેર સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ગત તા. 8 એપ્રિલના રોજ જીજે-10-ટીવાય-0847 નંબરની કાર લઈને આવેલ સંજયસિંહ ઝાલા (રહે. વઘાસિયા) ટોલ ચૂકવ્યા વગર નીકળવાનો પ્રયાસ કર્યો હતો.


ટોલ કર્મચારીઓએ કાર રોકતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને કર્મચારીઓને ફડાકા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading