સ્થાનિક સ્વરાજ વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પેહેલા જ વોર્ડ 4 માં કોંગ્રેસનો ક્લીન સ્વીપ, અને વોર્ડ 6 માં ભાજપનો બિનહરીફ વિજય

Image

બસપા ઉમેદવારે ફોર્મ ખેંચતા 4 કોંગ્રેસ ઉમેદવારો બિનહરીફ, ચેતન કુણપરા પણ વિજેતા જાહેર

મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય ચિત્ર સ્પષ્ટ બન્યું છે. વોર્ડ નંબર 4 માં બસપાના ઉમેદવાર ઝાકિરહુશેન મહમદહનીફ મેસાણીયાએ પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે.


આ વોર્ડમાં અગાઉ 50 ટકા મહિલા અનામતના કારણે કોંગ્રેસના બે મહિલા ઉમેદવારો પહેલેથી જ બિનહરીફ બની ચૂક્યા હતા. હવે બાકીની બે બેઠકો પર પણ કોંગ્રેસે ચૂંટણી વિના વિજય મેળવ્યો છે.


વોર્ડ 4ના બિનહરીફ વિજેતા ઉમેદવારોમાં એકતા હસમુખભાઈ ઝાલા, અફસાનાબેન ઈરફાનભાઈ પીપરવાડીયા, મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ અને અશરફ અનવરભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે ભાજપે આ વોર્ડમાં કોઈ ઉમેદવાર ઊભો કર્યો નહોતો.


બીજી તરફ વોર્ડ નંબર 6 માં પણ હરીફ ઉમેદવારો ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર ચેતન કુણપરા બિનહરીફ વિજેતા જાહેર થયા છે.


આ રીતે મતદાન પહેલા જ કુલ 5 બેઠકોના પરિણામ જાહેર થયા છે, જેમાં 4 બેઠક કોંગ્રેસ અને 1 બેઠક ભાજપના ફાળે ગઈ છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading