વાંકાનેર શહેર ના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલા મીલન પાર્ક સોસાયટી વિસ્તારમાં એક ઈસમ પોતાના મકાનમાં જ ગેરકાયદેસર રીતે ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન ક્રિપાલસિંહ બાબુભા જાડેજાના મકાનમાંથી વિવિધ બ્રાન્ડના દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં 750 એમએલની 5 બોટલો અને 180 એમએલના 17 ચપલા મળી કુલ રૂ. 14,880 નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.
વાંકાનેર સિટી પોલીસ દ્વારા રેઇડ દરમ્યાન આરોપીના મકાનમાંથી નીચે મુજબનો ઈંગ્લીશ દારૂનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો હતો:
JOHNNIE WALKER RED LABEL BLENDED SCOTCH WHISKY (750 ML)
👉 નંગ: 02
👉 દર: ₹3,090 પ્રતિ બોટલ
👉 કુલ કિંમત: ₹6,180
MAGIC MOMENTS GRAIN VODKA (750 ML) (For Sale in Punjab Only)
👉 નંગ: 03
👉 દર: ₹1,200 પ્રતિ બોટલ
👉 કુલ કિંમત: ₹3,600
MAGIC MOMENTS GRAIN VODKA (180 ML) નાના ચપલા (For Sale in Punjab Only)
👉 નંગ: 17
👉 દર: ₹300 પ્રતિ ચપલો
👉 કુલ કિંમત: ₹5,100
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂ ગેરકાયદેસર રીતે વેચાણ માટે રાખવામાં આવ્યો હતો અને આરોપી પાસે કોઈ કાનૂની પરવાનગી નહોતી. પોલીસે આરોપીને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કાર્યવાહી વાંકાનેર સિટી પોલીસની ટીમ દ્વારા ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે કરવામાં આવી હતી.









