વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ખનીજ માફિયાઓ પર સખ્ત કાર્યવાહી, રૂ.૧.૧૦ કરોડનો મુદામાલ કબ્જે

Image

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે તથા ઓવરલોડ ખનીજનું વહન કરતા ખનીજ માફિયાઓ સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે કુલ અંદાજિત રૂ.૧ કરોડ ૧૦ લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.


મળતી માહિતી મુજબ, પોલીસ ઇન્સપેકટર શ્રી બી.વી. પટેલ તથા પો.સબ ઇન્સપેકટર શ્રી ડી.વી. ખાંભલા અને સર્વેલન્સ સ્ટાફ વાંકાનેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ગેરકાયદેસર ખનીજ વહન કરતા તેમજ ઓવરલોડ વાહનો ઝડપાયા હતા.


પોલીસ દ્વારા કબ્જે કરાયેલ મુદામાલમાં
૧. અશોક લેલેન્ડ કંપનીનો ડમ્પર નં. GJ-13-AX-0892 કિંમત રૂ.૩૦ લાખ
૨. ટાટા કંપનીનો ડમ્પર નં. GJ-27-TD-2406 કિંમત રૂ.૩૦ લાખ
૩. અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક નં. GJ-03-BY-4694 કિંમત રૂ.૨૫ લાખ
૪. અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક નં. GJ-11-VV-9618 કિંમત રૂ.૨૫ લાખ
આમ કુલ રૂ.૧,૧૦,૦૦,૦૦૦નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.


આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર શ્રી બી.વી. પટેલ, પો.સબ ઇન્સપેકટર શ્રી ડી.વી. ખાંભલા તથા સર્વેલન્સ ટીમના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

હાઈ સ્ટ્રેન્થ બેગ ક્લોઝિંગ થ્રેડ…

મોરબીના ઉદ્યોગક્ષેત્રમાં વિશ્વાસનું નામ બની રહેલું “માધવ થ્રેડ” ઉચ્ચ ગુણવત્તાવાળું…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading