વાંકાનેર: અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની ૪૧મી સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે ‘ઈતિહાસ જ્ઞાન કસોટી’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અખિલ ગુજરાત રાજપૂત યુવાસંઘ, મહીલાસંઘ તથા યુવાપાંખના સંયુક્ત આયોજન હેઠળ યોજાયો હતો.

વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલ ખાતે તા. ૦૫/૦૪/૨૦૨૬, રવિવારના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન યોજાયેલી આ કસોટીમાં શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોના રાજપૂત સમાજના દીકરા-દીકરીઓ અને વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ઈતિહાસ જ્ઞાન કસોટીનો મુખ્ય હેતુ નવી પેઢીને પોતાના ગૌરવશાળી અને સમૃદ્ધ ઇતિહાસથી પરિચિત કરાવવા સાથે રાજપૂત સમાજના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દ્વારા યુવાનોમાં ઇતિહાસ પ્રત્યે રસ અને જાગૃતિ વધે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


📲 WhatsApp Group માં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો 👇👇👇👇:
https://chat.whatsapp.com/K7wrbcEedzrDZzpJ3izEr1?mode=gi_t









