વાંકાનેર માં આવેલ શિવપાર્ક સો.સા ના ઘર આગળ પાર્ક કરેલી સ્કોર્પિયો કારની ચોરી, 16 લાખનો માલ ઉઠાવ્યો તસ્કરોએ

Image

વાંકાનેર શહેરમાં વાહન ચોરીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા તસ્કરોએ ઘર આગળ પાર્ક કરેલી સ્કોર્પિયો કારની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.


પ્રાપ્ત વિગતો મુજબ, શિવપાર્ક સોસાયટી, શેરી નં. 01 ખાતે રહેતા રાણાભાઈ મૈયાભાઈ ઘેલીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમના ભાઈ કીશોરભાઈ ઘેલીયાની કાળા રંગની સ્કોર્પિયો કાર (રજી. નં. GJ-25-BA-0234) છેલ્લા 7-8 દિવસથી ઘર નજીક પાર્ક કરવામાં આવી હતી.


તા. 10/04/2026ની રાત્રે લગભગ 11 વાગ્યે કાર ત્યાં જ પાર્ક હતી, પરંતુ બીજા દિવસે તા. 11/04/2026ના વહેલી સવારે કાર સ્થળ પરથી ગુમ જોવા મળી હતી. પરિવારજનો દ્વારા આસપાસ તથા ઓળખીતાઓમાં શોધખોળ કરવામાં આવી છતાં કોઈ માહિતી મળી નહોતી.


આ કારની અંદાજીત કિંમત રૂપિયા 16 લાખ હોવાનું જણાવાયું છે. આ બનાવ અંગે ભારતીય ન્યાય સહિતા અધિનિયમ 2023ની કલમ 303(2) હેઠળ અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આસપાસના CCTV ફૂટેજ અને અન્ય તથ્યોના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading