વાંકાનેરમાં 9 ઓગસ્ટે યોજાઈ સામાજિક સદભાવ બેઠક: વાંકાનેર તાલુકા અને શહેરના સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સદભાવ, એકતા અને સામાજિક સમરસતા અંગે મંથન

Image

વાંકાનેર: સામાજિક સદભાવ સમિતિ દ્વારા વાંકાનેર તાલુકા તથા વાંકાનેર નગરના સામાજિક આગેવાનોને એકત્રિત કરી સામાજિક સદભાવ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સમાજમાં સદભાવ, એકતા અને પરસ્પર સહકાર વધે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

સમિતિ દ્વારા જણાવાયું હતું કે, સદાચારી વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્ત કરવા, બીજાની સેવા કરવા તથા સમાજના હિતમાં સારા કાર્યો કરવા માટે કરે છે. આવા પ્રયાસોથી સમાજમાં કર્મ, ઉત્સાહ અને ઊર્જાનો સંચાર થાય છે.


બેઠકનું આયોજન રવિવાર, તા. 9 ઓગસ્ટ 2026ના રોજ સાંજે 5:00થી 7:00 કલાક દરમિયાન પેટેલવાડી, મિલપ્લોટ ફાટક પાસે, વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું. સામાજિક સદભાવ સમિતિ દ્વારા યોજાયેલી આ બેઠકમાં સામાજિક આગેવાનો અને વિવિધ સમાજના પ્રતિનિધિઓની હાજરી રહી હતી.


સંયોજક: શ્રી જગદીશભાઈ પ્રજાપતિ
સહ-સંયોજક: શ્રી હિતેશભાઈ મિસ્ત્રી
શ્રી રણજીતભાઈ વીરસોડીયા તથા શ્રી ચેતનભાઈ ભીડોરા

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading