વાંકાનેર: સ્વતંત્રતા દિન નિમિત્તે રાજકોટ વિભાગના વાંકાનેર એસ.ટી. ડેપોને વર્ષ દરમિયાન એક પણ પ્રાણઘાતક અકસ્માત ન થવા બદલ પ્રમાણપત્ર તથા રૂ.25,000નું રોકડ ઈનામ એનાયત કરવામાં આવ્યું હતું.

વાંકાનેર એસ.ટી. ડેપોની આ સિદ્ધિમાં કેન્દ્ર ખાતે ફરજ બજાવતા ડ્રાઇવર, કંડક્ટર, એ.ડી.એમ. સ્ટાફ, મિકેનિક સહિતના તમામ કર્મચારીઓની મહેનત અને કામગીરીનો મહત્વનો ફાળો રહ્યો છે. આ સન્માન સમગ્ર કર્મચારી ટીમને સમર્પિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજકોટ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા તથા વાંકાનેર ડેપો મેનેજર એ.એન. પઢારીયા દ્વારા વાંકાનેર કેન્દ્રના તમામ કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ આગામી સમયમાં પણ મુસાફર હિતને પ્રાથમિકતા આપી નિગમની પ્રતિષ્ઠામાં વધુ વધારો થાય તે માટે સતત કાર્યરત રહેવાનો શુભ સંદેશ આપવામાં આવ્યો હતો.











