ચોરી કે છળકપટથી મેળવેલ રૂ.20 હજારની મોટરસાયકલ સાથે ઇસમ ઝડપાયો : SOG મોરબીની કાર્યવાહી

Image

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના બનાવો અટકાવવા તેમજ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે મોરબી SOG ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન SOG ટીમ વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ ઉપર ઉમિયા સીરામીક સામે પેટ્રોલિંગમાં હતી. તે સમયે માટેલ રોડ તરફથી નંબર પ્લેટ વગરની કાળા કલરની મોટરસાયકલ લઈને એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પસાર થતો જણાતા પોલીસે તેને રોકી પૂછપરછ હાથ ધરી હતી.


પોલીસે મોટરસાયકલ અંગે RC બુક તથા અન્ય જરૂરી કાગળો માંગતા શખ્સે પોતાની પાસે કોઈ દસ્તાવેજો ન હોવાનું જણાવ્યું હતું. તેમજ મોટરસાયકલ અંગે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ચેસીસ અને એન્જિન નંબરના આધારે તપાસ કરી હતી. તપાસ દરમિયાન મોટરસાયકલ અંગે કોઈ વિગતો મળી ન આવતા તે મોટરસાયકલ ચોરી કે છળકપટથી મેળવેલી હોવાનું જણાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


પોલીસે આશરે રૂ.20,000ની કિંમતની હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ કબજે કરી હતી અને એક ઇસમની અટકાયત કરી આગળની કાર્યવાહી માટે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.


ઝડપાયેલ ઇસમ: નવાઝભાઇ નિઝામુદ્દીનભાઇ શેરશીયા, રહે. લીંબાળા, તા. વાંકાનેર, જી. મોરબી.
કબ્જે કરેલ મુદ્દામાલ: હિરો હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ, કાળા કલરની, બ્લુ-લાલ પટ્ટાવાળી, અંદાજિત કિંમત રૂ.20,000.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

વસુંધરા ગામ ના સરપંચના પુત્ર…

વસુંધરા ગામ ના સરપંચના પુત્ર…

વાંકાનેર તાલુકાના જાલસિકા-વસુંધરા વિસ્તારમાં બનેલી ઘટનામાં કુહાડી અને લોખંડના પાઈપથી…

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading