વાંકાનેરમાં સાપ્તાહિક સ્વચ્છતા અભિયાનનો શુભારંભ: એસ.ટી. ડેપો ખાતે વૃક્ષારોપણ સાથે સફાઈ કામગીરી હાથ ધરાઈ

Image

વાંકાનેર: ગુજરાત સરકારશ્રીના અભિગમ મુજબ રાજ્યકક્ષાએથી સ્વચ્છતાને વધુ વેગ આપવા માટે શરૂ કરવામાં આવેલા “સાપ્તાહિક સ્વચ્છતા કાર્યક્રમ” અંતર્ગત વાંકાનેરમાં સ્વચ્છતા ઝુંબેશનો શુભારંભ કરવામાં આવ્યો હતો.


વાંકાનેરના ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વાંકાનેર નગરપાલિકા પ્રમુખ શ્રી રમેશભાઈ વોરા, મોરબી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી ચેતનગીરી ગોસ્વામી, વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર શ્રી અશ્વિનભાઈ મેઘાણી, વાંકાનેર નગરપાલિકા ચેરમેન શ્રી જીગ્નેશભાઈ નાગરેચા તેમજ નગરપાલિકા ચેરમેન શ્રી બ્રિજરાજસિંહ ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન વાંકાનેર એસ.ટી. ડેપોના ડેપો મેનેજર શ્રી અનિલભાઈ પઢારિયા, ટી.આઈ. શ્રી રહીમભાઈ પરમાર અને એ.ટી.આઈ. શ્રી અનિલભાઈ ગઢીયાના માર્ગદર્શન હેઠળ ડેપોની ટીમ તથા કર્મચારીમિત્રો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


આ ઉપરાંત સફાઈ કામદારો સાથે મળીને એસ.ટી. ડેપો પર સફાઈ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading