વાંકાનેરની 43 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ભાવનગર પ્રવાસ દરમિયાન સારવાર હેઠળ

Image

ભાવનગર આરોગ્ય વિભાગે મોરબી તંત્રને જાણ કરતા કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરાયું, 200થી વધુ લોકોનો સર્વે

વાંકાનેર શહેરની 43 વર્ષીય મહિલા ભાવનગર જિલ્લાના પાલિતાણા પ્રવાસ દરમિયાન બીમાર પડતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન કરવામાં આવેલા ટેસ્ટમાં મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે.


માહિતી મુજબ મહિલાને 28 જુલાઈના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 29 જુલાઈના રોજ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.


કેસની પુષ્ટિ થયા બાદ ભાવનગર જિલ્લા આરોગ્ય વિભાગે મોરબી જિલ્લા આરોગ્ય તંત્રને જાણ કરી હતી. જેના આધારે મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી અને તેના સંપર્કમાં આવેલા લોકોની વિગતો એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.


મોરબી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર મહિલાના નિવાસસ્થાન આસપાસના વિસ્તારમાં 200થી વધુ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે દરમિયાન આસપાસના રહેવાસીઓ તેમજ પરિવારના સભ્યોમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. હાલ મહિલાની તબિયત સુધારા પર હોવાનું અને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

આપની આસપાસ બનતી કોઈપણ ઘટના, સામાજિક કાર્યક્રમ, બનાવ અથવા સમસ્યા ને અમારા સુધી 90339 05390 નંબર પર પહોચાડો, અમે તેને ન્યુઝ પ્લેટફોર્મ પર સ્થાન આપશું.

Image Not Found

Related News

Image Not Found
Scroll to Top

Discover more from Wankaner City Media

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading